શકદાર તરીકે ધ્રાંગધ્રાના ચુલી ગામના શખ્સનું નામ ખુલ્યું
હળવદ : અમદાવાદ – માળીયા હાઇવે ઉપર હળવદ તાલુકામાં લાંબા સમયથી લોખંડ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું જગજાહેર છે ત્યારે હળવદ સ્થાનિક પોલીસે કવાડિયા ગામની સીમમાંથી બિનવારસુ હાલતમાં રૂ.91,750 કિંમતનું 1835 કિલોગ્રામ વજન લોખંડ કબ્જે કરી આ લોખંડનો જથ્થો ઉતારનાર શકદાર તરીકે ધ્રાંગધ્રાના ચુલી ગામના શખ્સનું નામ પણ ખોલાવ્યું હતું.
હળવદ પોલીસને બાતમી મળી હતી કે, તાલુકાના કવાડિયા ગામની સીમમાં ટ્રકમાંથી લોખંડ ઉતારી લોખંડ ચોરીનું કારસ્તાન ચાલી રહ્યું છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડી સીમમાંથી રૂ.91,750 કિંમતનું 1835 કિલોગ્રામ વજન લોખંડ મળી આવતા આ જથ્થો કબ્જે કરી શકદાર તરીકે ધ્રાંગધ્રાના ચુલી ગામના સતીષ દેવાભાઈ ભરવાડનું નામ ખુલતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.











