Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પાણી ભરેલી ડોલમાં ડૂબી જવાથી 10 માસની બાળકીનું કરુણ મોત

મોરબીમાં પાણી ભરેલી ડોલમાં ડૂબી જવાથી 10 માસની બાળકીનું કરુણ મોત

મોરબી : મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની 10 માસની દીકરી તેઓના લેબર કવાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી ગઈ હતી જેથી તે બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું .આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અરુણભાઈ બ્રિજેન્દ્રભાઈ ચૌધરીની 10 માસની દીકરી પ્રિયાંશુકુમારી લેબર ક્વાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી પ્રમાણે મૃતક બાળકીની માતા તેઓના કવાર્ટરમાંથી નીચે કામ કાજે ગયા હતા ત્યારે ત્રીજા માળ ઉપર બાળકી તેના લેબર કવાર્ટર પાસે હતી ત્યારે ત્યાં પાણીની ડોલમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments