મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સાથે સાથે રાજ્ય મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી ત્રિકમભાઈ છાંગા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલની પણ વિશેષ હાજરી રહી હતી. મુલાકાત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.












