Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ-માળીયા હાઈવે પર રાધે-ઈન હોટલ પર પોલીસની કાર્યવાહી

હળવદ-માળીયા હાઈવે પર રાધે-ઈન હોટલ પર પોલીસની કાર્યવાહી

હળવદ–માળીયા હાઈવે ઉપર આવેલી રાધે-ઈન હોટલમાં હળવદ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન હોટલ દ્વારા મુસાફરોની નોંધ પથીક સોફ્ટવેરમાં ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત હોટલ સંચાલક તરફથી મુસાફરોના ઓળખના પુરાવા પણ મેળવવામાં આવ્યા ન હતા. આ બાબતને પગલે હોટલ સંચાલક નરેશકુમાર લાલુજી પટેલ (ઉંમર 27) સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હળવદ પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments