Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની અણિયારી ચોકડી પાસે ટ્રેલર પરથી કન્ટેનર ધડાકાભેર પડ્યું

મોરબીની અણિયારી ચોકડી પાસે ટ્રેલર પરથી કન્ટેનર ધડાકાભેર પડ્યું

મોરબીની અણિયારી ચોકડી પાસે ગત સાંજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સાંજે આશરે 7:15 વાગ્યાના સમયે એક ટ્રેલર કન્ટેનર લોડ કરીને જઈ રહ્યું હતું. દરમિયાન ટ્રેલર અચાનક ડિવાઈડર ઉપર ચડી ગયું હતો, જેના કારણે પાછળનો કન્ટેનર ધડાકાભેર રોડ પર પડી ગયું હતું.

કન્ટેનર નીચે કોઈ દબાઈ ગયું હશે એવી ભીતિને કારણે ટ્રેલર ચાલક કન્ટેનર રોડ પર જ મૂકી ટ્રેલર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળે કન્ટેનર પડતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે, કન્ટેનર પડ્યું ત્યારે બાજુમાં કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાની થતા બચી ગઈ હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments