મોરબી: ઓનલાઈન ફ્રોડના બનાવો વધતા જઈ રહ્યા છે. તેવામાં હળવદના એક તબીબ પણ સાયબર ગઠિયાઓની ઝપેટમાં આવી જતા રૂ.48 લાખ જેટલી મોટી રકમ ગુમાવવી પડી છે. હાલ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
હળવદના સરા રોડ ઉપર ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા ચેતનકુમાર લાભુભાઇ જાકાસણીય ઉ.વ.૩૯ નામના ડોક્ટરે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને ફેસબુક મેસેન્જર Irina Fedorova આઈ.ડી ઉપરથી સ્ટોક એકસચેન્જમા રોકાણ કરવા અંગેની જાણકારી આપી વિશ્વાસમા લેવામાં આવ્યા હતા. બાદમાં Y96 SIG Customer Service વોટ્સએપ ગ્રુપ બનાવી તેમા એડ કરી આરોપીઓ પૈકી આરોપી દીપક મલ્હોત્રાએ જુદી જુદી લોભામણી લલચામણી સ્કીમો સમજાવી રોહીતસિંધ ગ્રુપ એડમીનને અલગ અલગ બેંક એકાઉન્ટ નંબર મોકલી તેમા રૂ.૪૩,૫૫,૦૦૦/- નુ રોકાણ કરાવ્યું હતું. બાદમાં આ રકમ ઉપડવા માટે સર્વિસ ટેક્ષના રૂ.૪,૫૯,૦૦૦/- અલગ એકાઉન્ટમા મંગાવ્યા હતા. આમ કુલ રૂ.૪૮,૧૪,૦૦૦/- ની રકમની ઠગાઈ કરી ફરી.સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. આ ફરિયાદને આધારે સાયબર ક્રાઈમ પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








