મોરબી : વાંકાનેરના મીલ પ્લોટમાં રામાપીરના મંદિર વાળી શેરીમાં મોહીન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઇના મકાનમાં પોલીસે દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટના ઇંગલીશ દારૂની ૭૫૦ એમ.એલની બોટલો નંગ-૩૭ કી.રૂ.૪૮,૧૦૦/-નો મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે મોહીન સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.








