મયુર રાવલ હળવદ
નગરપાલિકા પ્રમુખ ફોરમબેન રાવલ,પાલીકા સદસ્યો ની ઉપસ્થિતિ માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
હળવદ નગર પાલિકા દ્વારા હળવદ મધ્યે આવેલ નવનિર્માણ સ્કૂલ થી માધાપર ચબૂતરા સુધી ના રોડ ના નવીનીકરણ અંતર્ગત સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ રોડ શહેરી સડક યોજના અંતર્ગત રૂપિયા ૧ કરોડ કરતા વધુ ના ખર્ચે બનાવવા મા આવશે જે અંદાજે ૭૫૦ મીટર ની લંબાઈ થી અને ૯ મીટર ની પોહડાઇ થી બનાવવા મા આવશે.
આ પ્રસંગે હળવદ નગર પાલિકા ના પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ તેમજ પુવૅ પાલીકા પ્રમુખ અજયભાઈ રાવલ, દાદાભાઈ ડાંગર,નગર પાલિકા ના ઉપપ્રમુખ કારોબારી ચેરમેન શ્રી તેમજ તમામ સદસ્યઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.










