મોરબી : આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક–મોરબી અને ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, નિલકંઠ પ્લાઝા–૨ , નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલ્લા સોસાયટીની બાજુમાં, મોરબી ખાતે કરવામાં કરવામાં આવ્યું હતુ.આ આરોગ્ય કેમ્પમાં કુલ ૫૦ થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો.
મેડિકલ કૅમ્પમાં ડૉ. તેજશ જોગી દ્વારા સાંધાના દુખાવા , કમર–ગરદનનો દુખાવો, હાડકાં અને સ્નાયુના રોગોની તપાસ અને નિદાન સહિત ખાસ ફિઝીયોથેરાપીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફીઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.હિરલ જાદવાણી ડૉ.ધ્વનિ નીમાવત, ડો.ખ્યાતિ પરમાર, અને ડૉ. પ્રતિક દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું હતું. દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા હતા. વિશેષ નોંધનીય બાબત એ હતી કે બધા ડૉક્ટર તથા બીજા વર્ષના આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપીના વિદ્યાર્થી દ્વારા લોકોને ફિઝીયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જાગૃતિ ફેલાવી. આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને વ્યાપક સ્વાસ્થ્ય લાભ મળ્યો અને આરોગ્ય જાગૃતિ પણ સર્જાઈ આર્યતેજ ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.













