Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadચરાડવા નજીક રસ્તો ઓળંગવા મામલે કાર ચાલકે ટ્રક ચાલકને લમધાર્યા

ચરાડવા નજીક રસ્તો ઓળંગવા મામલે કાર ચાલકે ટ્રક ચાલકને લમધાર્યા

મોરબી : હળવદ- મોરબી રોડ પર ચરાડવાથી ગામ પાસે કાર ચાલકે રોડ ક્રોસ કરવા બાબતે ટ્રક ચાલકને ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ- મોરબી રોડ પર ચરાડવાથી ગામથી આગળ નર્મદા કેનાલ ઠાકરધણી હોટલની સામે તા.22ના બપોરના સમયે દશરથભાઇ ઉર્ફે મુમાભાઇ અમરાભાઇ ગોલતર ઉ.વ.૨૩ રહે-પંચમુખી ઢોરોવાળા ટ્રક નંબર જીજે-૦૯-એવી-૫૩૯૭ લઈ હળવદ માર્કેટ યાર્ડમાથી બીટી કપાસ ભરીને ટંકારા ખાલી કરવા જતા હતા. ત્યારે કાર લઈને જતા સદામભાઇ રહે-ચરાડવાવાળાએ રોડ ક્રોસ કરવા બાબતે ગાળો આપી ઢીકાપાટુનો માર મારી શરીરે મૂંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે દશરથભાઈએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments