મોરબી : મોરબીમાં સ્કાય મોલની પાછળના ભાગે હદાણીની વાડીમાં બની રહેલા મકાનના બાંધકામ ઉપર હાઇકોર્ટનો સ્ટે હોવા છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવતા મહાપાલિકાની ટીપી શાખાએ મકાનને સિલ કરી દીધું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વજેપર સર્વે નંબર ૧૧૬૬ પૈકી ૧ની જગ્યામાં એટલે કે સ્કાય મોલની પાછળના ભાગે હદાણીની વાડીમાં બની રહેલા મકાનને મહાપાલિકાની ટીપી શાખાએ સિલ કર્યું છે. મહાનગરપાલિકાના ટીપી શાખાના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ આ જગ્યાએ હાઇકોર્ટનો સ્ટે હોવા છતાં બાંધકામ ચાલુ રખાતા અધિકારીઓએ સ્થળ ઉપર જઈ સિલ કરવાની કાર્યવાહી કરી હતી.











