મોરબી : મોરબી જિલ્લાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ટીમે હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. AHTU ટીમને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હતી કે આરોપી અને ભોગ બનનાર હાલમાં જુની પીપળી ગામે રહે છે. હકીકતના આધારે પોલીસે તપાસ કરતાં આરોપી બળદેવભાઈ લાભુભાઈ રાજપરા (રહે. જુની પીપળી, તા.જી. મોરબી, મુળ રહે. ગોલાસણ, તા. હળવદ, જી. મોરબી) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી તેમજ ભોગ બનનાર બંનેને હસ્તગત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યા છે. મોરબી જિલ્લામાં કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ જણાય તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર- 02822-243478 પર જાણ કરવા અપીલ કરી છે.











