મોરબીના લક્ષ્મીનગર નજીક બેલા રોડ પરથી એક 8 વર્ષનું બાળક મળી આવ્યો છે. આ બાળકનું નામ રાજેશ છે અને હાલ તેને ચિલ્ડ્રન ભરતનગર – બેલા રોડ ઉપર આવેલ હોમ ફોર બોયઝમાં રાખવામાં આવ્યો છે.
કાનુની વાલી બાળકને પરત માંગવા માટે દિન-૬૦માં દાવો કરી શકે છે. ત્યાર બાદ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ કલમ ૩૮ મુજબ નિયમોનુસાર બાળકની દત્તક માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બાળકના વાલી વારસ-કુટુંબજન હોય તો દિન-૬૦ માં પોતાના આધાર પુરાવા સાથે અત્રેની સંસ્થામાં/કચેરી/પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.વધુ વિગત માટે ફોન નં.૦૨૮૨૨૨૪૦૦૯૮ તથા મો.નં.૯૮૨૪૦૦૬૩૪૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા બાળ સુરક્ષા એકમની યાદીમાં જણાવાયું છે.











