મોરબી : મોરબીમાં શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી વડીલની પૂણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં સ્વ.ગુલાબભાઈ વી.શેખવાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગરની પ્રાથમિક શાળાના બાળકોને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું. તેમજ આ સામાન્ય વર્ગના બાળકોને અભ્યાસમાં મદદરૂપ બને તેવી શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.















