Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ લખધીરપુર થી નીચી માંડલ સીસી રોડની કામગીરીનું કર્યું નિરીક્ષણ

ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ લખધીરપુર થી નીચી માંડલ સીસી રોડની કામગીરીનું કર્યું નિરીક્ષણ

મોરબી : આજે તારીખ 27 નવેમ્બરના રોજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ નવા બની રહેલા 10 મીટર પહોળા નેશનલ હાઈવેથી વાયા લખધીરપુરથી નીચી માંડલ રોડની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યએ લોકોની માંગણી મુજબ નેશનલ હાઈવે એપ્રોચ રસ્તાના વીજપોલ અને અન્ય દબાણો હટાવી ફેનિંગ એરિયાની લંબાઈ પહોળાઈ વધારવા માટે અધિકારીઓને સ્થળ પર સૂચના આપી હતી.

વિશેષમાં કેનાલ રોડ થી ઘુંટુ તરફ જતા નવા બનેલા સિરામિક ક્લસ્ટરના સીસી રસ્તા પર ઘુંટુ નદી ઉપર સ્મશાન પાસે નવો બ્રીજ બનાવો જરૂરી છે. જેથી ચોમાસામાં પણ ભારે વાહનોની અવર જવર જુના ઘુંટુ રોડ પર કરી શકાય. આ ઉપરાંત હાલમાં લખધીરપુર રોડ થી ઘુંટુ વાયા લિવોલા થઈને જતા સીસી રોડનું કામ પ્રગતિમાં છે. જેમાં પણ ઘુંટુ ગામની નદીના હૈયાત વોકળા પર બ્રીજ બનાવવો જરૂરી છે. આ બ્રીજ બને તો જ લખધીરપુર ગામથી હળવદ રોડને કનેક્ટિવિટી મળે તેમ છે. આ બાબતે પણ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ બ્રીજની સ્થળ પરથી જ અધિકારીને સૂચના આપી દરખાસ્ત મોકલવા ભલામણ કરી હતી. વહેલી તકે સર્વે હાથધરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે બદલ લખધીરપુર રોડના તમામ ઉદ્યોગકારો અને સિરામિક એસોસિએશન દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments