Friday, May 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રૂ.૧૭૩ લાખથી વધુના ખર્ચે નેશનલ હાઇવે થી રવાપર ગામ સુધીના માર્ગની...

મોરબીમાં રૂ.૧૭૩ લાખથી વધુના ખર્ચે નેશનલ હાઇવે થી રવાપર ગામ સુધીના માર્ગની રીસર્ફેસિંગ કામગીરી પૂર્ણ

ગ્રામ્ય માર્ગોનું નવીનીકરણ; સુલભ પરિવહનની સાથે ગ્રામ્ય અર્થતંત્રનું મજબૂતીકરણ

મોરબી જિલ્લામાં રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રવાપર (નદી) ગામને નેશનલ હાઇવે  સાથે જોડતા ૪.૬ કિલોમીટર ગ્રામ્ય માર્ગની અંદાજે રૂ. ૧૭૩.૬૭ લાખથી વધુના ખર્ચે રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ગ્રામ્ય માર્ગના નવીનીકરણથી ગ્રામ્ય પરિવહન સુલભ બની રહ્યું  તેની સાથે ગ્રામ્ય અર્થતંત્રને પણ પીઠબળ મળી રહ્યું છે.

રોડ રસ્તા નવીનીકરણની કામગીરી અંતર્ગત મોરબી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આ ગ્રામ્ય માર્ગની રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જુના રોડ પર મેટલ અને ડામર વર્ક કરી રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પૂર્ણ થતા હવે ગ્રામજનોની સુખાકારીમાં અને સુવિધામાં વધારો થયો છે અને લોકોની સમસ્યાનો પણ નિરાકરણ આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments