Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં મોબાઈલ અને બાઈક ચોરીનો આરોપી મુદ્દામાલ સાથે ઝડપી...

ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં મોબાઈલ અને બાઈક ચોરીનો આરોપી મુદ્દામાલ સાથે ઝડપી લીધો

ટંકારા પોલીસે હરબટીયાળી ગામ નજીકથી થયેલ મોબાઈલ અને મોટરસાયકલ ચોરીના આરોપીને ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

પોલીસને ખાનગી રાહે હકીકત મળી હતી કે એક હિન્દીભાષી મજૂર નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ લઈને શનિવારી બજારમાં મોબાઈલ વેચવા આવ્યો છે. આરોપી પાસેથી મોટરસાયકલના કાગળો માંગતા સંતોષકારક જવાબ ન મળતા, પોલીસને ઈ-ગુજકોપ/પોકેટકોપ એપ્લિકેશનમાં મોટરસાયકલ હરબટીયાળી ગામના અરવિંદભાઈ મગનભાઈ નમેરાનું હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત, આરોપીના ખિસ્સામાંથી સિમકાર્ડ વગરનો ટેકનો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. જે હરબટીયાળી ગામ નજીક આવેલ સ્પેરોન કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી ચોરાયો હોવાની ફરિયાદ મળી હતી.

આરોપીએ ઉપરોક્ત મોટરસાયકલ અને મોબાઈલ ફોનની ચોરીની કબૂલાત આપી છે, જેના આધારે પોલીસે રવિ સ/ઓ વેસ્તાભાઇ મૈયડીયા ઉર્ફે સેકડા મુવેલ (20 વર્ષ, હાલ: ચાચાપર ગામ, તા.જી. મોરબી, મૂળ: મધ્ય પ્રદેશ) ને ઝડપી પાડી 25,000 ની કિંમતનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અને 4,000 ની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments