Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedવડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતા મોરબી જીલ્લા ભાજપ ના હોદેદારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતા મોરબી જીલ્લા ભાજપ ના હોદેદારો

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા

મોરબી : મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આજરોજ નવી દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

કાંતિભાઈ અમૃતિયાએ નવી દિલ્લી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે આજરોજ શુભેચ્છા મુલાકાત કરી સતત ત્રીજી વખત ભારત દેશના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આજે કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ વિષે અવગત કરી સહ મુલાકાત દરમિયાન નરેન્દ્રભાઈ મોદીનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

આ સમયે સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments