Tuesday, March 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમાં વેપારીની આંખમાં મરચું છાંટી લૂંટ ચલાવનાર બે લૂંટારુઓ ઝડપાયા

હળવદમાં વેપારીની આંખમાં મરચું છાંટી લૂંટ ચલાવનાર બે લૂંટારુઓ ઝડપાયા

લૂંટારુઓએ લૂંટ કરી કાર ખરીદી, ભાગવા માટે બાઈક ચોર્યું હોવાની કબૂલાત

હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર ત્રણ દિવસ પૂર્વે સમી સાંજે માર્કેટિંગ યાર્ડથી વેપાર કરી રૂપિયા ભરેલો થેલો લઈને નીકળેલા વેપારીની આંખમાં મરચું છાંટી લૂંટ ચલાવનાર બે લૂંટારુઓને સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. આ લૂંટારુઓ લૂંટ કરી ભાગવા માટે એક બાઈક ચોરવાની સાથે લૂંટના નાણામાંથી એક આઈ -20 કાર પણ ખરીદી લીધી હોય પોલીસે કાર, બાઈક તેમજ રોકડા રૂપિયા 5.11 લાખ કબ્જે કર્યા હતા.

ત્રણ દિવસ પૂર્વે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની દુકાન ધરાવતા રજનીકાંતભાઈ ભીખાભાઇ દેથરીયા નિત્યક્રમ મુજબ સાંજના સમયે યાર્ડથી ઘેર જતા હતા ત્યારે રાણેકપર રોડ પર બાઇકમાં આવેલ બે અજાણ્યા લૂંટારુઓ મરચાની ભૂકી છાંટી બાઇકમાં આગળ રાખેલ રૂ.6.90 લાખ ભરેલો થેલો આચકી બાઈક લઈ નાસી ગયા હતા.જો કે,વેપારીએ લૂંટારુઓનો પીછો કરતા લૂંટારુઓ આગળ રસ્તો પૂરો થઇ જતા બાઈક મૂકી દીવાલ કૂદી નાસી ગયા હતા.લૂંટના આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટેક્નિકલ એનાલિસિસ બાદ બાતમીદારોને કામે લગાડી લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

દરમિયાન હળવદ પોલીસને ચોક્કસ હકીકત મળતા લૂંટના આ બનાવને મોરબીના વીસીપરામાં ફૂલછાબ કોલોની નજીક રહેતા આરોપી રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ હળવદીયા અને દલવાડી સર્કલ પાસે રહેતા મૂળ વાવડીના આરોપી કિશન મોતીભાઈ પરસાડીયાએ અંજામ આપ્યો હોવાની હકીકત મળતા બન્ને આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ રોકડા રૂપિયા 5,11,800 તેમજ લૂંટની રકમમાંથી ખરીદેલી આઈ ટવેન્ટી કાર સાથે ઝડપી લીધા હતા.આ ઘટનામાં આરોપીઓએ લૂંટ બાદ ભાગવા માટે એક બાઈક પણ ચોરી કર્યું હોવાનું સામે આવતા હળવદમાં તા.2ના રોજ 10 હજારની કિંમતની બાઈક ચોરી કરી જવા મામલે પણ અલગથી ગુન્હો નોંધી 6.90 લાખની લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments