મોરબી : મોરબી શહેરના ગાંધીચોકમાં મહાનગર પાલિકાની દીવાલ પાસેથી ગત તા.1 ડિસેમ્બરના રોજ કોઈ અજાણ્યો તસ્કર ફરિયાદી સંજયભાઈ રમેશભાઈ રેણુકા રહે.સમજુબા સ્કૂલ પાસે, નાની વાવડી ગામ વાળાની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.










