Tuesday, March 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખેલ મહાકુંભની મોરબી જિલ્લા આર્ટિસ્ટિક સ્કેટિંગની સ્પર્ધા હળવદમાં યોજાઈ

ખેલ મહાકુંભની મોરબી જિલ્લા આર્ટિસ્ટિક સ્કેટિંગની સ્પર્ધા હળવદમાં યોજાઈ

રમશે હળવદ, જીતશે હળવદ, આગળ વધશે હળવદ

(મયુર રાવલ હળવદ) : રમશે હળવદ, જીતશે હળવદ, આગળ વધશે હળવદ, ખેલ મહાકુંભની મોરબી જિલ્લા આર્ટિસ્ટિક સ્કેટિંગની સ્પર્ધા હળવદમાં યોજાઈ હતી.જેમાં તારીખ 24 -11-2025, સોમવારે હળવદ ખાતે સાંદિપની ઈંગ્લીસ સ્કૂલમાં મોરબી જિલ્લા આર્ટિસ્ટિક સ્કેટિંગ ની કોમ્પિટિશન નું ભવ્ય આયોજન કરવમાં આવેલું જેમાં 129 જેટલાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ તેમાં સાંદિપની ઈંગ્લીશ સ્કૂલ ના કુલ 42 વિદ્યાર્થીઓ એ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરી રાજ્ય લેવલે મોરબી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે આ ભવ્યાતિભવ્ય સિદ્ધિ હાસિલ કરી હળવદ ને ગૌરવવંતુ બનાવ્યું…

મોરબી જિલ્લા લેવલ ની આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી અલ્કેશભાઈ ભટ્ટ ( મામલતદાર હળવદ ) ઉપસ્થિત રહી અન્ય મહાનુભાવો સાથે દિપ પ્રાગટ્ય કરેલ ત્યારબાદ વિદ્યાર્થીઓ ને સંબોધિત કરી પ્રોત્સાહક ઉદબોધન કરેલ અને સ્પર્ધા નો શુભારંભ કરેલ. ચીફ રેફરી તરીકે આર્ટિસ્ટિક સ્કેટિંગ ના નેશનલ કોચ જ્યોતિ જોઇસર જજીસ તરીકે આવેલા અને સાંદિપની ઈંગ્લીશ સ્કૂલના આચાર્ય શૈલેષભાઇ પરેચા અને દેવાંગીમેંમ, તથા સ્ટાફગણ ફોરમમેંમ, કપિલામેમ, ઋતુરાજસર, શકીલ સર, તુષાર સર, તથા જિલ્લા કન્વીનર જીતેન્દ્ર આચાર્ય તથા ટેક્નિકલ ટીમ સાથે અનેક લોકોએ સાથે મળી આ કોમ્પિટિશન ને સફળ બનાવી. સાંદિપની સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ ઠક્કર અને સંચાલક શ્રી હિતેનભાઈ ઠક્કર તથા સ્વેતા ઠક્કર બંને એ તમામ વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવેલા તથા રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી શુભેચ્છા પાઠવેલ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments