Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજકોટ ખાતે ૧૦ થી ૧૨ જાન્યુ-૨૬ ના રોજ યોજાનાર VGRC ના ઉપલક્ષમાં મોરબીમાં ૧૮...

રાજકોટ ખાતે ૧૦ થી ૧૨ જાન્યુ-૨૬ ના રોજ યોજાનાર VGRC ના ઉપલક્ષમાં મોરબીમાં ૧૮ ડિસેમ્બરના રોજ પ્રભારી મંત્રીશ્રી ત્રિકમ છાંગાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાએ કાર્યક્રમ યોજાશે

કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની તૈયારીઓ ગતિમાન; ઉદ્યોગ સાહસિકો સહિત વધુને વધુ લોકોને આ આયોજનમાં સહભાગી બનવા વહીવટી તંત્રનો જિલ્લાવાસીઓને અનુરોધ

જિલ્લાના એકમોમાં નવા મૂડી રોકાણ માટે MoU કરાશે; ઉદ્યોગોકારોને વિવિધ કાયદાઓ, સરકારની પ્રોત્સાહન યોજનાઓ વિશે માર્ગદર્શન આપશે

મોરબીમાં ૧૮ ડિસેમ્બરના રોજ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રભારી મંત્રીશ્રી ત્રિકમ છાંગાની અધ્યક્ષતામાં સવારે ૧૦:૩૦ થી ૧૭:૦૦ દરમિયાન કેશવ બેંક હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજનાર છે. આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

 

આ બાબતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરક મેનેજરશ્રી એસ.બી. પારેજીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત જિલ્લા સ્તરીય આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા નવા મૂડી રોકાણ કરવામાં આવશે જેના MoU પણ આ દરમિયાન થશે. વધુમાં મંત્રીશ્રીના હસ્તે જિલ્લાના વિવિધ એકમોને સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત જિલ્લાના ઉદ્યોગકારોને GST/Labour ના કાયદાઓ, GeM (Government e-Market Place) તથા સરકારની વિવિધ ઔદ્યોગિક પ્રોત્સાહક યોજનાઓ વિશે માર્ગદર્શન આપવા સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

જિલ્લાના ઉદ્યોગકારો તેમના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન / વેચાણ કરી શકે તે માટે ૨૦ જેટલા સ્ટોલનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવશે કે, જ્યાં વિવિધ માર્ગદર્શન માટે સરકારી કચેરીઓના સ્ટોલ પણ ઉપલબ્ધ રહેશે.

 

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના.  પ્રમુખશ્રી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ, જિલ્લાના અગ્રણી ઉદ્યોગકારો તથા પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ આયોજનનો વધુને વધુ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉદ્યોગકારો, નવા ઉદ્યોગ સાહસિકો તથા મોરબી જિલ્લાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments