Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સફાઈ કર્મીઓના પગાર ચૂકવવામાં એજન્સીની ડાંડાઈ

મોરબીમાં સફાઈ કર્મીઓના પગાર ચૂકવવામાં એજન્સીની ડાંડાઈ

નવેમ્બરનો પગાર હજુ સુધી ન ચૂકવાયો હોવાની રાવ મળતા નાયબ મ્યુનિ.કમિશનર એક્શનમાં : પગરની નક્કી થયેલ રકમ ન મળતી હોય તો અત્યાર સુધીની ખૂટતી રકમ પણ અપાવી દેવાની જાહેરાત

મોરબી : મોરબીમાં સફાઈકર્મીઓના પગાર ચુકવવામાં ડાંડાઈ કરતી એક એજન્સી સામે મહાપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં આ એજન્સીને નોટિસ ફટકારવામા આવશે. સાથે જો નક્કી થયેલ પગારની રકમ સફાઈકર્મીઓને ન ચૂકવાતી હોય તો અત્યાર સુધીની ખૂટતી રકમ પણ અપાવાશે તેવું નાયબ મ્યુનિ. કમિશનરે જણાવ્યું છે.

સફાઈ કર્મીઓએ જણાવ્યું હતું કે તેઓની એજન્સી ક્રિએટીવ મેનપાવર્સ સોલ્યુશન છે. તેઓ સાથે રૂ.12,500 પગાર નક્કી કરવામાં આવ્યો હતો. પણ પગાર રૂ.9થી 10 હજાર જ આપવામાં આવે છે. ઉપરાંત ક્યારેય પગાર નિયમિત આવતો નથી. નવેમ્બર મહિનાનો પગાર હજુ સુધી મળ્યો નથી. આ ઉપરાંત પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી. આ મામલે નાયબ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.

નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે ઇસ્ટ ઝોન માટે 100 જેટલા આઉટસોર્સ કર્મચારીઓ ક્રિએટિવ મેનપાવર્સ સોલ્યુશન નામની એજન્સી પાસેથી રાખવામાં આવ્યા છે. વર્કઓર્ડર પ્રમાણે તેઓએ નિયમિત પગાર કરી બિલ કોર્પોરેશનમાં મુકવાનું હોય છે. કર્મચારીઓની રજુઆત મળતા એજન્સીને સુચના આપવામાં આવી હતી કે આજે સાંજ સુધીમાં પગાર આપી મને રિપોર્ટિંગ કરજો. એજન્સીએ બપોરે 12 વાગ્યે કહ્યું હતું કે કર્મચારીઓના ખાતામાં પગાર જમા કરી આપ્યો છે. એટલે સાંજ સુધીમાં તેમને પગાર મળી જવો જોઈએ. છતાં પણ પગાર ન મળ્યો હોય તો બે દિવસમાં મને મળવા મેં કર્મચારીઓને કહ્યું છે. તમામ કર્મચારીઓને અત્યાર સુધીની પગાર સ્લીપ આપવામાં આવશે. ઉપરાંત કોર્પોરેશને જે પગાર નક્કી કર્યા છે તે પ્રમાણે અત્યાર સુધીનો ખૂટતો પગાર કર્મચારીઓને અપાવવામાં આવશે. આ એજન્સીને નોટિસ ફટકારવામાં આવશે. તેનો ખુલાસો લેવાશે. ઉપરાંત જો સંતોષકારક કામગીરી નહિ લાગે તો બ્લેક લિસ્ટ પણ કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments