મયુર રાવલ હળવદ
સાયન્સ સીટી ખાતે યોજાયેલ નેશનલ મેથ્સ કાર્નિવલમાં
તક્ષશિલા સ્કુલની છોકરીઓએ મેથ્સ મોડેલ પ્રેઝન્ટેશન સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો
ઈસરોના વૈજ્ઞાનિક ડો. જયંત જોષી અને બ્રિગેડિયર કાળાપટ્ટી સરના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા
તાજેતરમાં ઓલ ઈન્ડિયા રામાનુજન્ મેથ્સ ક્લબ- દિલ્હી અને ગુજરાત સાયન્સ સિટી- અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ મેથ્સ કાર્નિવલ યોજાઈ ગયો. આ ગણિત મહોત્સવમાં હળવદની તક્ષશિલા સંકુલમાં અભ્યાસ કરતી અને રણમલપુર ગામમાં રહેતી બન્ને દિકરીઓ- વાહજોડિયા ધાર્મી સંજયભાઇ અને લખતરિયા ભૂમિ બળદેવભાઈએ- મોડેલ પ્રેઝન્ટેશનમા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સાથે સાથે ગમતું ગણિત વિષય પર મકવાણા ઉર્વશી વિનોદભાઈ, મેથ્સના આકારની રંગોળી ડિજાઈનમા માકડિયા આફરીન આશિકભાઈ અને મેથ્સ પઝલમા સાકરિયા તુલસી સુખદેવભાઈ, વિઠલાપરા રિંકુ રાજુભાઈને ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડો. જયંત જોષી અને ઓલ ઈન્ડિયા રામાનુજન્ મેથ્સ ક્લબના ચેરમેન ડો. ચંદ્રમૌલિ જોષીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતાં. આર્મીના રિટાયર્ડ બ્રિગેડિયર અને મેથેમેટિશીઅન કાળાપટ્ટી સરના હસ્તે તક્ષશિલા સંકુલના શિક્ષિકા નગવાડિયા છાયાબેન અને ભારતીબેન પરમારનું વિશેષ સન્માન કરાયું હતું
















