Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાના પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે અંદાજે 550થી વધુ વૃક્ષોનું રોપણ...

મોરબી મનપાના પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે અંદાજે 550થી વધુ વૃક્ષોનું રોપણ કરાયું

મોરબી : મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકાએ પોતાની સ્થાપનાના એક વર્ષ પૂર્ણ કર્યા હોવાના ઉપલક્ષ્યમાં મોરબી કોર્પોરેશન ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે આજે 24 ડિસેમ્બરના રોજ વૃક્ષારોપણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની મુખ્ય બિલ્ડિંગ તેમજ શહેરની વિવિધ ક્લસ્ટર ઓફિસોમાં વ્યાપક પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન અંદાજે 550થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments