Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપાટીદાર વુમન્સ પાવર ગૃપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રાશન કીટ અને અડદિયા નું...

પાટીદાર વુમન્સ પાવર ગૃપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રાશન કીટ અને અડદિયા નું વિતરણ કરાયું

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના અગ્રણી નીરૂબેન સરડવા ના પૌત્ર , પૌત્રી અને દોહિત્ર કલ્પ, ક્યારા અને માહિનના જન્મદિવસ નિમિતે રાશન કીટ તૈયારી કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્ય અંતગર્ત વિસ્તાર ન ગરીબ આર્થિક રીતે પછાત તથા જરૂરિયાતમંદ પરિવારોને રોજિંદા જીવનમાં ઉપયોગી એવી રાશન કીટ તેમજ શિયાળા ની ઠંડી થી બચવા માટે અડદિયા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકાર્ય નું આયોજન પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ ની સમાજ પ્રત્યે ની સેવા ભાવના ને ધ્યાન રાખવામાં આવે છે.આજના મોંધવારીભર્યા સમયમાં ગરીબ પરિવારો માટે બે સમયના ભોજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ બનતી જાય છે ત્યારે આ ગ્રુપ દ્વારા આપવામાં આવેલ રાશન કીટ તેમના માટે સહાયરૂપ સાબિત થઈ છે જે કીટમાં ચોખા, ઘઉં,દાળ,તેલ તથા મસાલા સહિતની આવશ્યક ચીજ વસ્તુઓ સામેલ હતી

તેમજ શિયાળાની ઠંડીમાં રસ્તા પર કે ઝૂંપડપટ્ટી માં વસતા લોકો માટે અડદિયા નું અત્યંત જરૂરી હોવાથી આ બાબતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.અડદિયા મળતા લાભાર્થીઓના ચહેરા પર આનંદ અને સંતોષ ની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી..

આ સેવા કાર્યમાં ગ્રુપ સભ્યો ડો અંકિતા પટેલ,નીરૂબેન સરડવા, કાજલબેન આદ્રોજા, હર્ષાબેન પટેલ, ચંદાબેન કાબરા,અલ્પાબેન કાસુન્દ્રા, પૂજાબેન સરડવા અને સાધનાબેન ઘોડાસરા સહિતના સભ્યોએ સેવા આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments