Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી પાલિકામાં કલમ 45 (ડી) હેઠળ થયેલા કામોની તપાસ કરવા માગ :...

મોરબી પાલિકામાં કલમ 45 (ડી) હેઠળ થયેલા કામોની તપાસ કરવા માગ : કોંગ્રેસ પ્રમુખની કિશોરભાઈ ચિખલીયા


મોરબી : મોરબી નગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન કલમ 45 (ડી) હેઠળ કરવામાં આવેલા કામોની તપાસ કરીને રિકવરી કરવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ નગરપાલિકાના વહીવટદારને લેખિત રજૂઆત કરી છે.

કોંગ્રેસ પ્રમુખે રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકાની છેલ્લી ચૂંટણી બાદ ભાજપની મોરબી નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતિ હતી. ત્યારબાદ મોરબી પાલિકા વિસ્તારમાં કરવામાં આવેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાથી લોકો આજે પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે કલમ 45 (ડી) હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારની અંદર પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા જુદા-જુદા વોર્ડમાં કરોડોના કામો કરાવવામાં આવ્યા છે. જો કે તે કામ ખરેખર કલમ 45 (ડી) હેઠળ કરાવી શકાય કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. જેથી આ અંગે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય અને જો પ્રજાના પૈસા ખોટી રીતે વાપરવામાં આવ્યા હોય તો પ્રમુખ સહિતના તમામ દોષિતોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ તમામ લોકોની પાસેથી કલમ 45 (ડી) હેઠળ કરવામાં આવેલા કામોના ખર્ચની સો ટકા રિકવરી કરવામાં આવે તેવી માગ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments