મોરબી: આજે વહેલી સવારે મોરબીના નેશનલ હાઇવે પર કુબેર સિનેમા નજીક બે ટ્રકો અથડાતા માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટ્રકમાં ભરેલા લાકડાઓ રોડ પર વેરવિખેર થઈ ગયો છે. હાઇવે પર લાકડા પથરાયેલા હોવાને કારણે વાહન વ્યવહારમાં અવરોધ ઉભો થયો છે તેથી ટ્રાફિક જામ થવાની શક્યતા ઊભી થઈ છે. આવી જ રીતે બંધુનગર પાસે પણ બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.









