Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવલખી રોડના યમુનાનગર, શ્રદ્ધા પાર્ક અને બોડાસર વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની...

નવલખી રોડના યમુનાનગર, શ્રદ્ધા પાર્ક અને બોડાસર વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ

મોરબીના નવલખી રોડ પર આવેલા યમુનાનગર સોસાયટી, શ્રદ્ધા પારર્ક સોસાયટી અને બોડાસર વાડી વિસ્તારમાં ગુજરાત સરકારના પ્રવર્તમાન અશાંતધારો લાગુ કરવા બાબતે આજ રોજ આ વિસ્તારના રહીશોએ કલેક્ટર કચેરીએ રૂબરૂ જઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રજૂઆતમાં રહીશોએ જણાવ્યું હતું કે, યમુનાનગર સોસાયટી, શ્રદ્ધા પાર્ક સોસાયટી અને બોડાસર વાડી વિસ્તારમાં હિન્દુઓની બહુમતી વસ્તી છે. આવનારા સમયમાં અન્ય ધર્મના લોકો વસવાટ કરે તો આ વિસ્તારમાં શાંતિનો ભંગ થાય તેમ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી ચાલુ હોય અમારા વિસ્તારમાં હિન્દુ સિવાયના ધર્મના લોકો આવે તેવી શક્યતા છે. તેથી આ વિસ્તારના હિન્દુઓ પોતાનું જીવન શાંતિથી અને સુખાકારીથી જીવી શકે અને અન્ય ધર્મના લોકો વસવાટ કરવા ન આવે તે માટે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments