ફિટનેસ વુમન યોગા ગ્રુપ કે જે ગુજરાત યોગ બોર્ડ સાથે જોડાયેલ છે તેમના દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને નવા વર્ષની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ગ્રુપના સભ્યોએ મોજ મજા કરવાને બદલે આ ક્ષણો ઝુંપડપટ્ટીના બાળકો સાથે વિતાવવાનું નક્કી કર્યું હતું.
નવા વર્ષ નિમિતે ફિટનેસ વુમન યોગા ગ્રુપના કાજલબેન આદ્રોજા અને અન્ય યોગ સાધકો ઝુંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લીધી હતી. અહી તેઓએ નવા વર્ષની ઉજવણી રૂપે બાળકો સાથે સમય વિતાવી બાળકોને નાસ્તો કરાવ્યો હતો. આમ પ્રેરણાદાયી ઉજવણી સાથે ગ્રુપે નવા વર્ષને આવકાર્યું હતું.











