મોરબી : હળવદ રોડ ઉપર આવેલ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિકના માલિક નરભેરામભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ સિરામિક એસોસિએશન) તથા તેમના પુત્ર સાગરભાઈ પટેલ અને અમિતભાઈ, જયભાઈ, વૈભવભાઈ, વિરલભાઈ, નીરવભાઈ, હર્ષભાઈ તથા તેમજ એકોર્ડ વિટ્રોફાઈડ સિરામિકની ટીમ દ્વારા બીજી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ક૨ી માનવતા માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક તેમજ અમદાવાદથી સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર દ્વારા રકત એકત્રિત કરવામાં આવ્યું હતું. 310 જેટલા રકતદાતાઓએ રક્તદાન કરેલ તેમના આ કાર્યને મોરબી સિરામિક પરિવાર તરફથી બિરદાવવામાં આવ્યા હતા. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી પરિવાર ભાવના અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.












