Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ ટંકારા ખાતે તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ...

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ ટંકારા ખાતે તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ

ટંકારા: આગામી 77માં પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી માટે ટંકારાની પસંદગી કરવામાં આવી શકે છે.ઋષિ દયાનંદ સરસ્વતીની આ પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ધ્વજવંદન મંત્રી અથવા ઉચ્ચ અધિકારીના હસ્તે હેલીપેડ ગ્રાઉન્ડ પર ગરિમાપૂર્ણ રીતે થશે. પોલીસ દળની વિવિધ પ્લાટુન્સ દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાશે. સ્થાનિક શાળાઓ દ્વારા દેશભક્તિના ગીતો અને વિશિષ્ટ કૃતિઓ ગ્રાઉન્ડ પર રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને વિશિષ્ટ સેવા આપનાર નાગરિકો-કર્મચારીઓનું બહુમાન કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments