મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી 8 જાન્યુઆરી થી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પ મેળામાં રૂપિયા 3 લાખથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 ના BLC ઘટક અંતર્ગત ખુલ્લા પ્લોટ કે કાચું, અર્ધ કાચું, જર્જરિત મકાન પાડીને સરકારના ધારા ધોરણ અને ગાઈડલાઇન્સ મુજબ નવા આવાસ બાંધકામ માટેના ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવી શકશે. આ યોજના માટે એક નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કુલ મળીને રૂપિયા 4 લાખની સહાય ચાર હપ્તામાં મળવાપાત્ર રહેશે. લાભાર્થીઓને આ કેમ્પ મેળાનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.
આ કેમ્પ આગામી તારીખ 8-1-2026 ને ગુરુવારે સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી મોરબી મહાનગરપાલિકા કલસ્ટર 5ની કચેરી, જુનુ સો-ઓરડી, બાલમંદિર, મોરબી ખાતે, તારીખ 9-1-2026 ને શુક્રવારના રોજ મોરબી મહાનગરપાલિકા કલસ્ટર 6ની કચેરી, દરબારગઢ, વોટર પંપિંગ સ્ટેશન ઓફિસ, મોરબી ખાતે તેમજ તારીખ 10-1-2026 ને શનિવારના રોજ મોરબી મહાનગરપાલિકા કલસ્ટર 7ની કચેરી, જૂનું વિશ્વકર્મા બાલમંદિર, વાંકાનેર દરવાજા, મોરબી ખાતે યોજાશે.










