Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નાં કેમ્પ: ૮ થી ૧૦ જાન્યુઆરી સુધી...

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નાં કેમ્પ: ૮ થી ૧૦ જાન્યુઆરી સુધી નોંધણી કરાવી શકાશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત BLC(બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટકના કેમ્પનું તારીખ ૮ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

    આ કેમ્પ તારીખ ૮ એ મનપા ક્લસ્ટર ૫ ની કચેરી જુનું સો ઓરડી બાલમંદિર ખાતે, તારીખ ૯ ને શુક્રવારે ક્લસ્ટર ૬ ની કચેરી દરબારગઢ વોટર પમ્પીંગ સ્ટેશન ઓફીસ ખાતે તથા તારીખ ૧૦ ને શનિવારે ક્લસ્ટર ૭ની કચેરી જુનું વિશ્વકર્મા બાલમંદિર, વાંકાનેર દરવાજા ખાતે સવારે ૧૦:૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાશે.

    આ કેમ્પમાં રકમ ૩ લાખથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ ના BLC ઘટક અંતર્ગત ખુલ્લા પ્લોટ કે કાચું, અર્ધકાચું, જર્જરિત મકાન પાડીને સરકારના ધારા ધોરણ અને ગાઈડલાઈન મુજબનાં નવા આવાસ બાંધકામ માટેના ડીમાંડ સર્વેમાં નોંધણી કરાવી શકશે. આ યોજના માટે એક નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કુલ મળીને ચાર લાખની સહાય ચાર હપ્તા મળવા પાત્ર રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments