Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના લજાઈ નજીક બુટલેગરે પોલીસ પર મોબાઈલ ફેંકી એલફેલ બોલી ગેરવર્તન કર્યું

ટંકારાના લજાઈ નજીક બુટલેગરે પોલીસ પર મોબાઈલ ફેંકી એલફેલ બોલી ગેરવર્તન કર્યું

દેશી દારૂના પકડવા ગયેલી પોલીસની ફરજમાં રુકાવટ કર્યાનો દેશી દારૂના ધંધાર્થી સામે ગુન્હો દાખલ

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ – હડમતીયા રોડ પર દેશી દારૂના ધંધાર્થીને ત્યાં પોલીસે દરોડો પાડતા આરોપીએ પોલીસ સાથે એલફેલ વર્તન કરી મોબાઈલનો ઘા કરી ગેરવર્તન કરતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ફરજમાં રુકાવટ બાબતે કાર્યવાહી કરી હતી.

ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લજાઈ હડમતીયા રોડ પર આવેલ હિમાલય પોલીપેક કારખાના સામે દરોડો પાડતા લોખંડની કેબિનમાં દેશી દારૂ રાખી આરોપી અમૃત આલાભાઈ ચાવડા રહે.લજાઈ ગામ વાળાને દેશી દારૂ વેચાણ કરતા ઝડપી લઈ 8 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો.પોલીસ કાર્યવાહીથી રોષે ભરાયેલ આરોપી અમૃતે મોબાઈલ ફોનનો ઘા કરી પોલીસ સાથે જેમ ફાવે તેમ વર્તન કરી ફરજમાં રુકાવટ કરતા પોલીસે 5000નો મોબાઈલ ફોન તેમજ 1600ની કિંમતનો દારૂ કબ્જે કરી ફરજ રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments