Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જુગાર રમતા પાંચ ઈસમો રોકડા રૂ.22,800 સાથે ઝડપી લેતી બી ડિવિઝન...

મોરબીમાં જુગાર રમતા પાંચ ઈસમો રોકડા રૂ.22,800 સાથે ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન સર્કિટ હાઉસ નજીક વિદ્યુતનગર ઢાળીયા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસએ સ્થળ પરથી જુગાર રમી રહેલા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી કુલ રૂ.22,800 રોકડા જપ્ત કર્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં (1) રમેશભાઇ દેવજીભાઇ ભોયા, રહે. વિદ્યુતનગર, વિક્રમવાડી, મોરબી, (2) હરેશભાઇ ગીરીજાશંકર ત્રિવેદી, રહે. રવિ રાંદલ પાર્ક, ભારતીનગર, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ, (3) મહેશભાઇ કાળુભાઇ શેખાણી, રહે. સો-ઓરડી, વરીયાનગર, મોરબી, (4) લક્ષમણભાઇ સબુભાઇ ખાંટ, રહે. માધાપર રામજી મંદિરની બાજુમાં, મોરબી તથા (5) દિનેશભાઇ મોહનભાઇ ઝીઝુંવાડીયા, રહે. રેલ્વે વર્કશોપ પાછળ ઝુલતા પુલની બાજુમાં, મોરબીનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments