મયુર રાવલ હળવદ
૨૪૨ વિધાર્થી/વિધાર્થીનીઓને મેડલ/ટ્રોફી,પ્રમાણપત્રો અને ટીમ-કોચને ઇનામો આપી સન્માનિત કર્યા
હળવદ :તા. ૦૯/૦૧/ ઉતમ શિક્ષણ સાથો-સાથ બાળકોનો સર્વાંગી થાય તેવી ભાવના સાથે ખેલ મહોત્સવ-૨૦૨૫ “મારી રમત શ્રેષ્ઠ રમત” અંતર્ગત યોજાયેલ રમતોત્સવના વિજેતા સ્પર્ધકો તેમજ ધોરણ ૧ થી ૧૨ સુધીમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન સદભાવના વિદ્યાલય હળવદ ખાતે કરવામાં આવ્યું હતું
આ ત્રિદિવસીય શાળા રમતોત્સવમા ૨૧ જેટલી વિવિધ રમતો જેવી કે લીંબુચમચી, કોથળા દોડ રસ્સાખેચ, લોટ ફૂકણી, કબડી,ખો-ખો, કુદણીયા, ક્રિકેટ, ત્રીપગીદોડ, ફુગ્ગા ફોડ, ચાંદલાચોડ જેવી સ્પર્ધાઓમા ૭૫૦ થી વધુ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે સ્પર્ધાઓમા વિજેતા થયેલ ૧૯૬ સ્પર્ધક વિધાર્થી/વિધાર્થીનીઓને મેડલ/ટ્રોફી તેમજ તમામ ટીમના કોચને ઇનામો અને ધોરણ ૧ થી ૧૨ સુધીમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર ૪૨ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકો દવારા મેડલ તેમજ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સદભાવના વિદ્યાલયના મેનેજીંગ ડીરેકટર દિનેશભાઈ પરમારે દીપ પ્રગટાવી સમારોહનો પ્રારંભકરી રમત-ગમતના વિજેતા સ્પર્ધકો અને ધોરણ ૧ થી ૧૨ સુધીમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને અભિનદન પાઠવતાં જણાવ્યું હતું કે, સદભાવના વિદ્યાલય હળવદ વિધાર્થી/ વિધાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે હમેશા પ્રયત્નશીલ છે ને રહેશે.
કાર્યક્રમનું સુંદર આયોજન સંસ્થાના માધ્યમિક વિભાગના આચાર્ય સંજયભાઈ સોનગ્રા, પ્રાથમિક વિભાગના આચાર્ય જીતેશભાઈ પરમાર, શાળા સંચાલક કે.સી.કણઝારીયા ધર્મેન્દ્રભાઈ લકુમ, સાયન્સ વિભાગના વિજયભાઈ ચાવડા અને હોસ્ટેલના સંચાલક નિકુંજભાઈ પરમારે કર્યું હતું













