મોરબી સ્થિત OSEM GSEB શાળા ખાતે વાર્ષિક રમતોત્સવ “જઝ્બા 2.0- OSEM Olympic”નું આયોજન ભારે ઉત્સાહ અને રમતભાવના સાથે ભવ્ય રીતે કરવામાં આવ્યું. જેમાં શાળાના કુલ 800 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ રમતોત્સવમાં ટ્રસ્ટી સુમંત પટેલ, શિક્ષકો નારુભા, સિદ્ધાર્થ તથા સૂર્યરાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત, ધર્મિષ્ઠાબેન કડિવર (એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, DEO મોરબી), PI મયંક પંડ્યા, પૂર્વ આર્મી ઓફિસર સહદેવ ઝાલા સહિત શિક્ષણ, પ્રશાસન અને રમત જગતના અનેક પ્રતિષ્ઠિત મહેમાનોએ હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલો ઓલિમ્પિક થીમ આધારિત માર્ચ પાસ્ટ રહ્યો હતો.
પ્રિન્સિપાલ સના કાઝીના યોજનાબદ્ધ આયોજન અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને શિક્ષકો, રમત કોચ, સ્ટાફ અને વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમ વર્કથી સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલે જણાવ્યું કે OSEMમાં શિક્ષણ અને રમત સંસ્કૃતિ સાથે આગળ વધે છે, જેના પરિણામે શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ઉત્તમ આયોજન અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારીને કારણે ‘જઝ્બા 2.0’ એક સફળ અને સ્મરણિય વાર્ષિક રમતોત્સવ તરીકે નોંધાયો હતો.













