Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં માનવતાને શરમાવે તેવી ઘટના: અસ્થિર મગજની બે વૃદ્ધ મહિલાઓ પર દુષ્કર્મ,...

મોરબીમાં માનવતાને શરમાવે તેવી ઘટના: અસ્થિર મગજની બે વૃદ્ધ મહિલાઓ પર દુષ્કર્મ, બે આરોપી ઝડપાયા

મોરબીમાં બે અસ્થિર મગજની મહિલાઓ સાથડ દુષ્કર્મની લાંછનરૂપ ઘટનામાં એવી વિગતો સામે આવી છે કે આ હેવાનીયતભર્યું કૃત્ય કરનાર બન્ને નરાધમો સેવાકીય સંસ્થાની પાછળના ભાગે જ કામ કરતા હતા. કામ કરતી વેળાએ તેઓની નજર બગડી હતી અને તેઓએ આ હેવાનીયતની હદ વટાવતી ઘટનાને અંજામ આપ્યો હતો.

આ અંગે વિગતો જાહેર કરતા ડીવાયએસપી જે.એમ.આલએ જણાવ્યું કે મોરબીમાં તા.7ના રોજ રાત્રીના સમયે એક સંસ્થામાં બે અસ્થિર મગજની મહિલાઓ સાથે દુષ્કર્મ થતાની ગંભીર ઘટના સામે આવતા એ ડિવિઝન, એલસીબી અને એસઓજીની ટીમે તપાસમો ધમધમાટ ચલાવ્યો હતો. પોલીસે દુષ્કર્મ આચરનાર ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ ઉ.વ.32 રહે. નળીયા કારખાનાના રૂમમાં, લીલાપર રોડ, મૂળ. લખધીરનગર નવાવાસ અને હરેશભાઇ જીવાભાઈ સોલંકી ઉ.વ.30 રહે.નળીયા કારખાનાના રૂમમાં, લીલાપર રોડ, મૂળ. વાકડા તા.મોરબી બન્ને શખ્સોને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

આ બન્ને શખ્સો સંસ્થાની પાછળના ભાગે જ મજૂરી કામ કરતા હતા. તેઓ રાત્રીના સમયે પાછળના ભાગેથી દીવાલ કૂદી બાથરૂમમાં બાખોરું પાડીને રૂમમાં પ્રવેશ્યા હતા. જ્યા તેઓએ અસ્થિર મગજની બે મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે એ ડિવિઝન પીઆઇ પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે. આ આરોપીઓ આગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે તેમજ અગાઉ કોઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે કે કેમ તે દિશામાં હાલ તપાસ ચાલુ છે. સાથે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.

ઉલ્લેખનીય છે કે બન્ને આરોપીએ અસ્થિર મગજની મહિલાઓને હવસનો શિકાર બનાવતા તેમના ઉપર ફિટકાર વર્ષી રહી છે. તેમાં પણ બન્ને મહિલાઓ વૃદ્ધ હતી. આ બન્ને શખ્સોને કડકમાં કડક સજા થાય તેવી સભ્ય સમાજમાંથી માંગ ઉઠી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments