Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેરમાં રૂ.15.03 કરોડના ખર્ચે 6 ડામર રોડના કામ પ્રગતિમાં

મોરબી શહેરમાં રૂ.15.03 કરોડના ખર્ચે 6 ડામર રોડના કામ પ્રગતિમાં

મોરબી શહેરમાં કુલ રૂ.15.03 કરોડના ખર્ચે 6 ડામર રોડના કામ હાલ શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ રોડના કામ ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ વાહન ચાલકોને આવન-જાવનમાં નોંધપાત્ર સરળતા મળશે, તેમ મોરબી મહાનગરપાલિકાની સિવિલ તથા સિટી બ્યુટિફિકેશન શાખાએ જણાવ્યું છે.

વધુ વિગતો મુજબ, (1) રૂ.118.46 લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નવલખી રોડથી શ્રદ્ધા પાર્ક સુધી ડામર રોડનું કામ, (2) રૂ.380.48 લાખના ખર્ચે વાવડી ગામથી નંદીઘર સુધી ડામર રોડનું કામ, (3) રૂ.179.12 લાખના ખર્ચે ઉમિયાનગરથી જુના રફાળેશ્વરની ફાટક સુધી ડામર રોડનું કામ, (4) રૂ.145.39 લાખના ખર્ચે કાલિન્દ્રી નદીથી જુના ઘુંટુ રોડ સુધી ડામર રોડનું કામ, (5) રૂ.388.81 લાખના ખર્ચે લીલાપર ચોકડીથી શ્રી રામ વાડી સુધી ડામર રોડનું કામ તથા (6) રૂ.291.61 લાખના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના થી પંચાસર રોડ સુધી ડામર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આમ, કુલ 6 કામોની અંદાજીત રકમ રૂ.1503.87 લાખ થાય છે. આ તમામ રોડના કામો હાલ પ્રગતિ હેઠળ છે અને તેને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, તેમ મહાનગરપાલિકાની સિવિલ અને સિટી બ્યુટિફિકેશન શાખાએ જાહેર કરેલી યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments