મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 12 જાન્યુઆરી ને સોમવારના રોજ 1095 ક્વિન્ટલ એટલે કે 5475 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1653 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે.
આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 392 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1310 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 584, જીરુંના 4080, સીંગદાણાના 1467, મગના 1400, અડદના 1342, ચણાના 1068 અને એરંડાના 1280 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 600, રીંગણાના 600, કારેલાના 700, ગુવારના 1800, ભીંડાના 800, ટમેટાના 800, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 500, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.











