Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલજાઈ-હડમતીયા રોડ પરથી CNG રીક્ષામાંથી 200 લિટર દેશી દારૂ સાથે ત્રણ શખ્સ...

લજાઈ-હડમતીયા રોડ પરથી CNG રીક્ષામાંથી 200 લિટર દેશી દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

મોરબી : આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહીબીશનના ગુનાઓ નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને મોરબી એસપી મુકેશ પટેલની સૂચનાથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ વોચ ગોઠવવામાં આવી છે.

આ સૂચનાના અનુસંધાને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે લજાઈ-હડમતીયા રોડ પરથી CNG રીક્ષા નં. GJ-36-U-0890 ને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રીક્ષામાંથી દેશી દારૂ ભરેલી બુંગીઓ નંગ 40 મળી આવી હતી, જેમાં કુલ 200 લીટર કેફી પ્રવાહી કબજે લેવામાં આવ્યું હતું. દારૂના જથ્થાની કિંમત રૂપિયા 40,000 જ્યારે CNG રીક્ષા કિંમત રૂપિયા 50,000 મળીને કુલ રૂપિયા 90,000 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહીમાં પોલીસે  નુરમામદભાઈ સુલેમાનભાઈ સમા (રહે. મોરબી-02 વીસીપરા, ક્રિશ્ચનના બંગલા પાસે, મૂળ ગામ સામખિયારી, તા. ભચાઉ, જી. કચ્છ), રહીમભાઈ ઇશાકભાઈ નોતીયાર (રહે. મોરબી-02, વીસીપરા કુલિનગર-02), રાહુલભાઈ સુરાભાઈ વાઘેલા (રહે. ઝુંપડામાં, લજાઈથી હડમતીયા રોડ, તા. ટંકારા, જી. મોરબી) આ બનાવમાં એક આરોપી કરીમભાઈ જામ મિયાણા (રહે. મોરબી વીસીપરા) ફરાર હોવાનું જણાયું છે, જેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments