Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

ટંકારામાં નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

ટંકારા શહેરમાં ગેરકાયદેસર નાર્કોટીકસના વેંચાણ સામે એસ.ઓ.જી. મોરબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધીક્ષક મોરબીની સુચના અનુસંધાને એસ.ઓ.જી. મોરબીના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા નાર્કોટીકસના ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળી હતી કે હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ ભાડજા (રહે. હરીઓમ સોસાયટી, ટંકારા) પોતાના કબ્જાભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોન પાઉડરનો જથ્થો રાખી ખાનગીમાં ગ્રાહકોને વેંચાણ કરે છે. મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી. દ્વારા જગ્યાએ રેઇડ કરવામાં આવી હતી.

રેઇડ દરમિયાન આરોપી હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ ભાડજા પાસેથી નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોન 83 ગ્રામ 200 મિલીગ્રામ, જેની કિંમત રૂ.2,49,600 થાય છે, તેમજ બે મોબાઇલ ફોન કિં.રૂ.30,000 અને એક ડિજિટલ વજનકાંટો કિં.રૂ.500 મળી કુલ રૂ.2,84,600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ-1985 હેઠળ કાર્યવાહી કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે આગળની તપાસ તથા કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments