Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમધ્યઝોન બાળ પ્રતિભા સ્પર્ધામાં મોરબીના મહેન્દ્ર બરાસરાની ઝળહળતી સફળતા

મધ્યઝોન બાળ પ્રતિભા સ્પર્ધામાં મોરબીના મહેન્દ્ર બરાસરાની ઝળહળતી સફળતા

મોરબી: ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર સંચાલિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અધિકારી કચેરી વડોદરા સંચાલિત મધ્યઝોન કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2025, ઊર્મિ સ્કૂલ, સમા સાવલી રોડ, વડોદરા મુકામે ગત 10, 12 જાન્યુઆરી ના રોજ યોજાઈ હતી. જેમાં મોરબીની સાર્થક વિદ્યામંદિરના ધોરણ 5માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઇ બરાસરા એ લોકવાદ્ય-અ વિભાગમાં પ્રથમ અને દુહા છન્દ ચોપાઈમાં ત્રીજા નંબરે વિજેતા થયો છે. જેઓ આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મધ્યઝોન કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે. જે બદલ મોરબી જિલ્લાના યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ શાળા પરિવાર અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા મહેન્દ્રને શુભેચ્છાઓ પાઠવવામા આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments