Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે અરજીની મુદત 25 જાન્યુઆરી સુધી લંબાવાઈ

મોરબી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે અરજીની મુદત 25 જાન્યુઆરી સુધી લંબાવાઈ

મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડની ભરતીની જાહેરાત કરવામાં આવેલ હતી. હાલ રાજય સરકાર દ્વારા ટીઆરબી જવાનોના માનદ વેતનમાં ધારા ધોરણ મુજબનો વધારો કરવામાં આવ્યો હોય જેથી ભરતીના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 15 જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની જાહેરાત થઈ હતી. તેવામાં વધુમા વધુ ઉમેદવાર ભરતીમા જોડાય શકે જેથી ફોર્મ સ્વીકારવાની તારીખ લંબાવીને 25 જાન્યુઆરી કરવામાં આવી છે.

મોરબી-હળવદ-તથા વાંકાનેર શહેરના પુરૂષ તેમજ મહિલા માનદ સેવકોને પસંદ કરવામાં આવશે. ઉમેદવારોની ઉંમર ૧૮ થી ૪૦ વચ્ચેની હોય, શૈક્ષણિક લાયકાત ધો.૯ પાસ હોય, પુરૂષો માટે ઉંચાઇ ૫(ફુટ) ૫ (ઇંચ) તથા મહિલાઓ માટે ઉચાઇ ૫ (ફુટ) હોવી જોઈએ. મોરબી શહેર તથા હળવદ તથા વાંકાનેર શહેર માટે ભરતી હોવાથી જે તે મહાનગરપાલિકા/નગરપાલિકા વિસ્તારના વતની હોવા જોઇએ. જેની વિરૂધ્ધ કોઇપણ ગુન્હો નોંધાયેલ હોવા જોઇએ નહિ. આ અંગે નિયત થયેલ અરજી ફોર્મ પોલીસ અધિક્ષકની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ માંથી મેળવી શકાશે.

ઉમેદવારે પોતાનુ ફોર્મ તથા જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા.૨૫/૦૧/૨૦૨૬ સુધીમાં સો-ઓરડી રોડ કલેકટર કચેરીની બાજુમાં પોલીસ અધિક્ષકની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ માં આપવાના રહેશે. તેમ મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ અને મોરબી જિલ્લા ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ જયંતીભાઈ પી.રાજકોટીયાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments