હળવદ તાલુકાના ચુપણી ગામે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ આરોપીઓએ ફરિયાદના ઘર પાસે આવી અમારા કાકા સાથે ઝઘડો કેમ કર્યો હતો કહી ધોકા, છરી વડે હુમલો કરી ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા ઘનશ્યામ ઉર્ફે ઘનો સવાભાઈ વાઘેલાએ આરોપી દાજીભાઈ જલાભાઈ વાઘેલા, વિક્રમ જલાભાઈ વાઘેલા અને આરોપી કિશન જલાભાઈ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીઓના કાકા સાથે ઝઘડો થયો હોય તે બાબતનો ખાર રાખી આરોપીઓ ફરિયાદીના ઘેર આવી ધોકા અને છરી વડે હુમલો કરી ફરિયાદી તેમજ સાહેદ સંજયભાઈ અને વિઠ્ઠલભાઇને આડેધડ માર મારી ઇજા પહોંચાડી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








