Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિદેશી દારૂ સામે પોલીસના ત્રણ દરોડા, બુટલેગરના ઘેરથી બોટલો કબ્જે

મોરબીમાં વિદેશી દારૂ સામે પોલીસના ત્રણ દરોડા, બુટલેગરના ઘેરથી બોટલો કબ્જે

મોરબી સીટી એ ડિવિઝન અને તાલુકા પોલીસે વિદેશી દારૂ અંગેના ત્રણ અલગ અલગ દરોડામાં બુટલેગરના ઘેરથી 100 મીલી દારૂ ભરેલી બોટલ કબ્જે કરવાની સાથે અન્ય બે સ્થળેથી વિદેશી દારૂની ત્રણ બોટલ કબ્જે કરી એક આરોપીને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જો કે, દરોડા દરમિયાન બુટલેગર હાજર મળી આવ્યો ન હતો.

પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે નવા ડેલા રોડ પર નામચીન બુટલેગર હિતેશ ઉર્ફે મોઢિયો ચંદ્રકાન્તભાઈ ધોળકિયાના ઘેર દરોડો પાડતા રૂમમાંથી 100 મીલી દારૂ ભેરલી બોટલ મળી આવી હતી.જો કે, આરોપી હાથ લાગ્યો ન હતો. બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે રાવળા શેરીમાં દરોડો પાડી રેઢી હાલતમાં પડેલા જીજે – 36 – ક્યુ – 4385 નંબરના એક્ટિવામાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1296 તેમજ 15 હજારનું એક્ટિવા કબ્જે કર્યું હતું. આ કિસ્સામાં પણ આરોપી હાથ લાગ્યો ન હતો. જ્યારે તાલુકા પોલીસે રવિરાજ ચોકડી પાસેથી આરોપી અશોક રામજીભાઈ પઢીયાર રહે.સોનીબજાર મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 2 હજાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments