મોરબી : આગામી તારીખ 20 જાન્યુઆરીના રોજ સ્વ. વૈદર્ભીબેન અંકુરભાઈ લોરિયાની સ્નેહ સ્મૃતિમાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લોરિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ 20 જાન્યુઆરી ને મંગળવારના રોજ સવારે 8-30 થી બપોરે 12-30 સુધી મોરબીના રવાપર ગામ સ્થિત ઉમા હોલ ખાતે યોજાશે.
આ રક્તદાન કેમ્પમાં મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકનો સહયોગ મળી રહ્યો છે. રક્તદાન કેમ્પમાં એકત્ર થનાર રક્ત સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવશે. પરિવારે 551 રક્તની બેગ અર્પણ કરવાનો સંકલ્પ લીધો છે અને તમામ પરિવારજનો, મિત્રસર્કલ, ઉદ્યોગપતિઓ, ઓફિસ સ્ટાફ સહિત તમામ લોકોને આ રક્તદાન કેમ્પમાં સહભાગી થવા અપીલ કરી છે. જે લોકો આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા ઈચ્છુક હોય તેઓએ docs.google.com/forms/d/1tkAWWTAwkLTdI9LAx8_4eJWxjqn9HmHALpORKB5G5Lo/edit
લિંક પર રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.











