મોરબી : મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ તકે ધારાસભ્યો દ્વારા માર્ગ, વીજળી સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેનું તાકીદે નિરાકરણ લાવવા સબંધિત અધિકારીઓને કલેકટરે તાકીદ કરી હતી.
આ બેઠકમાં કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને તમામ સરકારી કચેરી – મકાનોનો રેકોર્ડ રજૂ કરવા, કચેરીઓમાં વિજળી બચાવવા, પ્રાકૃતિક કૃષિને મહત્વ આપવા, અધિકારીઓ – કર્મચારીઓએ કચેરીમાં આવતા અરજદારો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા, કચેરીમાં નિયમિતતા જાળવવા જણાવ્યું હતું. અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચરે ઉપસ્થિતોનું સ્વાગત અને બેઠકનું સંચાલન કર્યું હતું.
આ બેઠકમાં મેડિકલ કોલેજ વિશે કચેરી ડિન નીરજકુમાર બીશ્વાસ વિશ્વાસ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, નાયબ વન સંરક્ષક ડો.સુનિલ બેરવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












