Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના જુના દેવળીયા ગામે કારમાંથી રૂ.1.58 લાખનો દારૂ ઝડપાયો

હળવદના જુના દેવળીયા ગામે કારમાંથી રૂ.1.58 લાખનો દારૂ ઝડપાયો

એલસીબીની કાર્યવાહી : કાર ચાલક નાસી છૂટતા શોધખોળ હાથ ધરાઈ

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સ્કુલ પાછળ રોડ પર સ્વીફટ કારમાંથી રૂ.1.58 લાખના વિદેશી દારૂના જથ્થો પકડાયો છે. બીજી તરફ કાર ચાલક નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીએ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સ્કુલ પાછળ જાહેર રોડ ઉપરથી સ્વીફ્ટ કાર નંબર GJ 03 FD 2397માંથી ગ્રીન લેબલ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ ૧૪૪ કિંમત રૂપીયા ૧,૫૮,૪૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો. જો કે કાર ચાલક નાસી છૂટ્યો હતો. એલસીબીએ આ દારૂનો જથ્થો અને કાર મળી કુલ કિ.રૂ.૪,૫૮,૪૦૦/- નો મુદામાલ કબજે કરી હળવદ પોલીસ મથકને સોંપ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયાની આગેવાનીમાં સ્ટાફ રોકાયેલ હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments